e nadi kinare geDidDe - Lokgeeto | RekhtaGujarati

એ નદી કિનારે ગેડીદડે

e nadi kinare geDidDe

એ નદી કિનારે ગેડીદડે

એ નદી કિનારે ગેડીદડે રમતાં,

એ ગેડી વેચીને લીધાં સાજ મોતીવાળોં ખેલે છે

સાવજનો શિકાર

સિંહની સામે બંધુકું ઉગામીયું,

બંધુકુંના બાણથી થઈ ગઈ લાચાર-મોતીવાળો.

સાવજ શિકાર ઘણો છે પ્યારો મોતીવાળો.

એ નવમાળે તંબુઓ તાંળિયા.

એ એક હાકલ મારતા પાણી પાણી થાય—મોતીવાળો.

સાવજ શિકાર કર્યો છે પાર—મોતીવાળો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964