e mane palanun bhilaDun - Lokgeeto | RekhtaGujarati

એ મને પાલનું ભીલડું

e mane palanun bhilaDun

એ મને પાલનું ભીલડું

એ મને પાલનું ભીલડું નથી ગમતું....(2)

એ મને સોરાહીને ભીલડે રેડ્યો લાગી રે....

એ મને પાલની ઘંટીઓ નથી ગમતી....(2)

એ મને સોરાહીની ઘંટીએ રેડ્યો લાગી રે....

એ મને પાલની શૈયેરો નથી ગમતી....(2)

એ મને સોરાહીની શૈયેરો રેડ્યો લાગી રે....

એ મને પાલની ઝોટડીઓ નથી ગમતી....(2)

એ મને સોરાહીની ઝોટડીએ રેડ્યો લાગી રે....

એ મને પાલના કુવલડા નથી ગમતા....(2)

એ મને સોરાહીને કુવલડે રેડ્યો લાગી રે....

એ મને પાલનું ભીલડું નથી ગમતું રે....(2)

એ મને સોરાહીને ભીલડે રેડ્યો લાગી રે....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 174)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનસુખરામ ના. પાઠક
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959