Dungriye biyun thanelun - Lokgeeto | RekhtaGujarati

ડુંગરીએ બીયું થાણેલું

Dungriye biyun thanelun

ડુંગરીએ બીયું થાણેલું

ડુંગરીએ બીયું થાણેલું, નસે નાળિયેરી.

ડુંગરે બયું ઊગેલું, નસે નાળિયેરી.

ડુંગરે બીયું ડળાયલું, નસે નાળિયેરી.

ડુંગરે બીયું ફૂલાયલું, નસે નાળિયેરી.

રાયણાં પાકી ગએલાં, નસે નાળિયેરી.

બેવાણી રાયણાં લેવા આવેલી, નસે નાળિયેરી.

વેવાણીને અવનવા શબ્દોથી નવાજવા માટે ગીતની શરૂઆત રીતે થઈ છે. ગીત અધૂરું લાગે છે, કેમકે અમુક રીતે જોતાં કવેળાનુ ગીત ગાવાનું એમને ફાવતું હોતું નથી.

સોનગઢ પ્રદેશના ગામીત લોકોમાં ગવાતા નીચેના ગીત સાથે ઉપરના ગીતને સરખાવો :-

ઝીરીયા વેરાયા લાલ, પાપડી વા તું બડી

ઠાંઈ દેના લાલ, પાપડી વા તું બડી

વેલ્લો ઊગ્યો લાલ, પાપડી વા તું બડી

ફૂલે એને લાલ, પાપડી વા તું બડી

આરીએ પડયેં લાલ, પાપડી વા તું બડી

તોડી કાઢ્યે લાલ, પાપડી વા તું બડી

લાવા કર્યા લાલ, પાપડી વા તું બડી

રાંધી કાઢ્યા લાલ, પાપડી વા તું બડી

વાટી દેના લાલ, પાપડી વા તું બડી

ખાય ભી લીધા લાલ, પાપડી વા તું બડી

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 206)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966