રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસપનામાં
sapnaman
આજ સપનામાં મેં તો પારસ પીપળો દીઠો જીરે,
તુલસીને કયારે રે ઈ તો અમારા સપનામાં રે.
આજ સપનામાં મેં તો ઠાકોરિયો વીંછી દીઠો જીરે,
સરપલિયાની ફેણ રે ઈ તો મારા સપનામાં રે.
આજ સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠાં જીરે,
વેતી'તી નદીયું રે ઈ તો મારા સપનામાં રે.
આજ સપનામાં મેં તો ગેડી દડુલિયો દીઠો જીરે,
મોતીડાંની હારું રે ઈ તો મારા સપનામાં રે.
આજ સપનામાં મેં તો આંગણિયે આંબો દીઠો જીરે,
ફૂલડિયાની તાડી રે ઈ તો મારા સપનામાં રે.
આજ સપનામાં મેં તો આંગણિયે ધૂણી દીઠી જીરે,
જટાળે તે જોગી રે ઈ તો મારા સપનામાં રે.
પારસ પીપળો ઈ તા અમારો દાદો જીરે,
તુલસી કેરો ક્યારો રે ઈ તો મારી માડી જીરે.
ઠાકોરિયો વીંછી ઈ તો અમારા સસરોજી રે,
સરપલિયાની ફેણ રે ઈ તો મારા સાસુજી રે.
ડોલતા ડુંગર ઈ તો મારા જેઠજી રે,
વેતી'તી નદીયું રે ઈ તો મારા જેઠાણી રે.
ગેડી દડુલીયો ઈ તો મારા દેરજી રે
મોતીડાની હારું રે ઈ તો મારા સપનમાં રે.
આંગણિયે આંબો ઈ તો અમારા વીરોજી રે,
ફૂલડિયાની વાડી ઈ તો મારી ભાભલડી રે.
આંગણિયે ધૂણી – ઈ તો અમારી નણદલજી રે.
જટાળો જોગીડો ઇ તો મારો નણદોઈ જીરે.
aaj sapnaman mein to paras piplo ditho jire,
tulsine kayare re i to amara sapnaman re
aj sapnaman mein to thakoriyo winchhi ditho jire,
sarapaliyani phen re i to mara sapnaman re
aj sapnaman mein to Dolta Dungar dithan jire,
wetiti nadiyun re i to mara sapnaman re
aj sapnaman mein to geDi daDuliyo ditho jire,
motiDanni harun re i to mara sapnaman re
aj sapnaman mein to anganiye aambo ditho jire,
phulaDiyani taDi re i to mara sapnaman re
aj sapnaman mein to anganiye dhuni dithi jire,
jatale te jogi re i to mara sapnaman re
paras piplo i ta amaro dado jire,
tulsi kero kyaro re i to mari maDi jire
thakoriyo winchhi i to amara sasroji re,
sarapaliyani phen re i to mara sasuji re
Dolta Dungar i to mara jethji re,
wetiti nadiyun re i to mara jethani re
geDi daDuliyo i to mara derji re
motiDani harun re i to mara sapanman re
anganiye aambo i to amara wiroji re,
phulaDiyani waDi i to mari bhabhalDi re
anganiye dhuni – i to amari nanadalji re
jatalo jogiDo i to maro nandoi jire

સ્રોત
- પુસ્તક : ચાંદો ઊગ્યો ચોકમાં (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : દોલત ભટ્ટ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1988