દુકાળ
dukal
મારી સાવ સોનાની લાકડલી,
રામ! ધણ ચારવાને ચાઈલા,
હો રામ! ધનવાડીના રાજાજી.
હલા સૂકી તે નદીઓ ઠંમઠમે
કાં જઈને જળ લેવાં?
હો રામ! ધનવાડીના રાજાજી.
મારી સાવ સોનાની લાકડલી,
રામ! ગૌધન ચારવાને જવાં,
હો રામ! ધનવાડીના રાજાજી.
હલા સૂકી તે માળીઓ ઠંમઠમે,
કાં જઈને જળ લેવાં?
હો રામ! ધનવાડીના રાજાજી.
હલા! સૂકી તે વાવડી ઠંમઠમે
કાં જઈને જળ લેવાં?
હો રામ! ધનવડીના રાજાજી.
mari saw sonani lakaDli,
ram! dhan charwane chaila,
ho ram! dhanwaDina rajaji
hala suki te nadio thanmathme
kan jaine jal lewan?
ho ram! dhanwaDina rajaji
mari saw sonani lakaDli,
ram! gaudhan charwane jawan,
ho ram! dhanwaDina rajaji
hala suki te malio thanmathme,
kan jaine jal lewan?
ho ram! dhanwaDina rajaji
hala! suki te wawDi thanmathme
kan jaine jal lewan?
ho ram! dhanawDina rajaji
mari saw sonani lakaDli,
ram! dhan charwane chaila,
ho ram! dhanwaDina rajaji
hala suki te nadio thanmathme
kan jaine jal lewan?
ho ram! dhanwaDina rajaji
mari saw sonani lakaDli,
ram! gaudhan charwane jawan,
ho ram! dhanwaDina rajaji
hala suki te malio thanmathme,
kan jaine jal lewan?
ho ram! dhanwaDina rajaji
hala! suki te wawDi thanmathme
kan jaine jal lewan?
ho ram! dhanawDina rajaji



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 242)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966