wa’waji - Lokgeeto | RekhtaGujarati

વા’વાજી

wa’waji

વા’વાજી

રાતી માતી ગાવડી રે, એનાં કઢિયેલાં દૂધ;

વાલમ, કઉં છયું કે વા’વાજી રે.

દૂધ બિલાડાં પી ગયાં રે,

દેવજીભાઈને ચડી રીસ;

વાલમ, કઉં છયું કે વા’વાજી રે.

દેવજીભાઈએ લીધું ઊંપળું રે,

તારાવઉએ લીધી ઈંસ;

વાલમ, કઉં છયું કે વા’વાજી રે.

બેય ધમોધમ આવિયાં રે,

વચ્ચે છોકરાં પાડે ચીસ;

વાલમ, કઉં છયું કે વા’વાજી રે.

રસપ્રદ તથ્યો

આ ગીત તારાબેન અ. જોશી પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (આ ગીત શ્રી અને શ્રીમતી લક્ષ્મીનારાયણ લાલજીભાઈ જોશી પાસેથી મળેલ.)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968