દુબરડી
dubarDi
નાનો દેરીડો જોધપુર ગ્યો’તો,
લાવ્યો દુબરી ભેંસ, દેરીડા, આવી દુબરડી ક્યાંથી લાવ્યો?
એ રે દુબરડીને ચરવા છોડી,
ખૂટ્યા ખેતર ને પાદર, દેરીડા, આવી દુબરડી ક્યાંથી લાવ્યો?
નાનો દેરીડો જોધપુર ગ્યો’તો,
લાવ્યો દુબરી ભેંસ, દેરીડા, આવી દુબરડી ક્યાંથી લાવ્યો?
દુબરડી ભેંસને પાણી પાવા છોડી,
ખૂટ્યાં છે નદીનાં નીર, દેરીડા, આવી દુબરડી ક્યાંથી લાવ્યો?
નાનો દેરીડો જોધપુર ગ્યો’તો,
લાવ્યો દુબરી ભેંસ, દેરીડા, આવી દુબરડી ક્યાંથી લાવ્યો?
દુબરડીને હું તો દોવા બેઠી,
દોઈ દોઈ હાથડા દુઃખે, દેરીડા, આવી દુબરડી ક્યાંથી લાવ્યો?
નાનો દેરીડો જોધપુર ગ્યો’તો,
લાવ્યો દુબરી ભેંસ, દેરીડા, આવી દુબરડી ક્યાંથી લાવ્યો?
દુબરડીનું ઘી હું તો વેચવા ચાલી,
વાણિયો થરથર ધ્રુજે, દેરીડા, આવી દુબરડી ક્યાંથી લાવ્યો?
nano deriDo jodhpur gyo’to,
lawyo dubri bhens, deriDa, aawi dubarDi kyanthi lawyo?
e re dubarDine charwa chhoDi,
khutya khetar ne padar, deriDa, aawi dubarDi kyanthi lawyo?

dubarDi bhensne pani pawa chhoDi,
khutyan chhe nadinan neer, deriDa, aawi dubarDi kyanthi lawyo?

dubarDine hun to dowa bethi,
doi doi hathDa dukhe, deriDa, aawi dubarDi kyanthi lawyo?

dubarDinun ghi hun to wechwa chali,
waniyo tharthar dhruje, deriDa, aawi dubarDi kyanthi lawyo?

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 65)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968