DobalDi - Lokgeeto | RekhtaGujarati

ડોબલડી

DobalDi

ડોબલડી

નાનો દીયોરિયો રાજકોટ જ્યો’તો

લાવ્યો છે જોરુકી ભેંશ, બેલીડા!

રે ડોબલડીને શીદ વો’રી લાવ્યો?

રે ડોબલડીને છીલે રે બાંધી,

એણે શીશમના છીલા ભાંજ્યા, બેલીડા!

રે ડોબલડીને શીદ વો’રી લાવ્યો?

રે ડોબલડીને પાણી પાવા છોડી,

બાર બાર નદિયું ડોળી, બેલીડા!

રે ડોબલડીને શીદ વો’રી લાવ્યો?

રે ડોબલડીને દો’વા બેઠા,

બાર બાર બોઘૈણાં ભર્યાં, બેલીડા!

રે ડોબલડીને શીદ વો’રી લાવ્યો?

રે ડોબલડીનાં વલોણાં ઘોમો,

તેર તેર નેતરાં તાણ્યા, બેલીડા!

રે ડોબલડીની શીદ વો’રી લાવ્યો

રે ડોબલડીની તાવણ કાઢી,

બાર બાર ઘોણીઆ ભર્યા, બેલીડા!

રે ડોબલડીને શીદ વો’રી લાવ્યો?

નાનો દીયોરિયો રાજકોટ જ્યોતો,

લાવ્યો છે ભુરુડી ભેંશ, બેલીડા!

રે ડોબલડીને શીદ વો’રી લાવ્યો?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જગદીશ ચાવડા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966