દિયરિયું
diyariyun
મારું ઘૂંટણ એવડું દિયરિયું.
હું પાણી ભરું તો મારાં બેડાં ગણે,
ઓ ચાંદલિયા ચતુર, માને કહેજો આણાં મોકલે.
મારું ઘૂંટણ એવડું દિયરિયું.
હું વાસીદું ભરું તો મારા ટોપલા ગણે,
ઓ ચાંદલિયા ચતુર, માને કહેજો આણાં મોકલે.
મારું ઘૂંટણ એવડું દિયરિયું.
હું દળણું દળું તો મારાં ઓરણાં ગણે,
ઓ ચાંદલિયા ચતુર, માને કહેજો આણાં મોકલે.
મારું ઘૂંટણ એવડું દિયરિયું.
હું રોટલા ઘડું તો મારી લોયો ગણે,
ઓ ચાંદલિયા ચતુર, માને કહેજો આણાં મોકલે.
મારું ઘૂંટણ એવડું દિયરિયું.
હું ચાલ ચાલું તો મારાં ડગલાં ગણે,
ઓ ચાંદલિયા ચતુર, માને કહેજો આણાં મોકલે.
marun ghuntan ewaDun diyariyun
hun pani bharun to maran beDan gane,
o chandaliya chatur, mane kahejo anan mokle
marun ghuntan ewaDun diyariyun
hun wasidun bharun to mara topla gane,
o chandaliya chatur, mane kahejo anan mokle
marun ghuntan ewaDun diyariyun
hun dalanun dalun to maran ornan gane,
o chandaliya chatur, mane kahejo anan mokle
marun ghuntan ewaDun diyariyun
hun rotla ghaDun to mari loyo gane,
o chandaliya chatur, mane kahejo anan mokle
marun ghuntan ewaDun diyariyun
hun chaal chalun to maran Daglan gane,

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 176)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957