રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકુંવારી ચડી રે કમાન
kunwari chaDi re kaman
કુંવારી ચડી રે કમાન, સુંદર વરને નીરખવા રે.
વીરા મોરા એ વર પરણાવો, એ વર છે વેવારીઓ રે.
બેની મોરી કયાં તમે દીઠો, ને ક્યાં તમારા મન મોહ્યાં રે.
ભણતો'તો ભટની નિહાળે, અગશરે મારાં મન મોહ્યાં રે.
કુંવારી ચડી રે કમાન, સુંદર વરને નીરખવા રે.
કાકા મોરા એ વર પરણાવો. એ વર છે વેવારીઓ રે.
ભતરીજ મોરી ક્યાં તમે દીઠો, ને ક્યાં તમારા મન મોહ્યાં રે.
જમતો તો સોનાને થાળે, કોળીડે મારાં મન મોહ્યા રે.
કુંવારી ચડી રે કમાન, સુંદર વરને નીરખવા રે.
દાદા મોરા એ વર પરણાવો એ વર છે વેવારીઓ રે.
ધીડી મેારી ક્યાં તમે દીઠો, ને ક્યાં તમારા મન મોહ્યાં રે.
રમતો'તો બવળી બજારે, દડુલે મારાં મન મોહ્યાં રે.
kunwari chaDi re kaman, sundar warne nirakhwa re
wira mora e war parnawo, e war chhe wewario re
beni mori kayan tame ditho, ne kyan tamara man mohyan re
bhantoto bhatni nihale, agashre maran man mohyan re

kaka mora e war parnawo e war chhe wewario re
bhatrij mori kyan tame ditho, ne kyan tamara man mohyan re
jamto to sonane thale, koliDe maran man mohya re

dada mora e war parnawo e war chhe wewario re
dhiDi meari kyan tame ditho, ne kyan tamara man mohyan re
ramtoto bawli bajare, daDule maran man mohyan re

સ્રોત
- પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : ખોડીદાસ પરમાર
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 2018