dilli shaherne darwaje - Lokgeeto | RekhtaGujarati

દિલ્લી શહેરને દરવાજે

dilli shaherne darwaje

દિલ્લી શહેરને દરવાજે

દિલ્લી શહેરને દરવાજે બનડો ખડો રહ્યો.

કોને કાજે ખડો રહ્યો?

માતાને કાજે ખડો રહ્યો.

માતા કમળાબેન આવે તો અહીંથી ચાલીએ.

નહીં તો લાલ કિલ્લા દરવાજે તંબૂ તાણીએ.

બોરીવલી શહેરને દરવાજે બનડો ખડો રહ્યો.

કોને કાજે ખડો રહ્યો?

ભાઈને કાજે ખડો રહ્યો.

ભાઈ રમણભાઈ આવે તો અહીંથી ચાલીએ.

નહીં તો ઘોડબંદર મુકામે તંબૂ તાણીએ.

હંસોટ શહેરને મુકામે બનડો ખડો રહ્યો.

કોને કાજે ખડો રહ્યો?

મામાને કાજે ખડો રહ્યો.

મામા ભીખાભાઈ આવે તે અહીંથી ચાલીએ.

નહીં તો જોશી ખડકીમાં તંબૂ તાણીએ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 300)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, દા. ગો. બોરસે, સુમન મૂળશંકર મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957