મા-બાપનો સંદેશો
ma bapno sandesho
માડી રે, મને પૈસે અળગી કીધી રે મા;
રૂપિયે અળગી કીધી રે મા!
ડેસૈયો ઘણો દૂર,
માડી રે, મારા બાપને તેડવા મેલો રે મા;
બાપને તેડવા મેલો રે મા!
ડીકરી રે, તારી બાપની મોટી અવસ્થા રે મા,
બાપને મોટી અવસ્થા રે મા!
ડેસૈયો ઘણો દૂર; માડી રે મને.
માડી રે, મને પૈસે અળગી કીધી રે મા,
રૂપિયે આગળ કીધી રે મા;
માડી રે, મારા કાકાને તેડવા મેલો રે મા!
ડેસૈયો ઘણો દૂર; માડી રે મને.
ડીકરી, તારો કાકો કાકીને આધીન રે મા,
કાકીને આધીન રે મા;
ડેસૈયો ઘણો દૂર; માડી રે મને.
માડી રે, મને પૈસે અળગી કીધી રે મા,
રૂપિયે અળગી કીધી રે મા;
માડી રે, મારા મામાને તેડવા મેલો રે મા,
ડૈસૈયો ઘણો દૂર; માડી રે મને.
ડીકરી રે, તારો મામો મામીને આધીન રે મા,
મામીને આધીન રે મા,
ડેસૈયો ઘણો દૂર; માડી રે મા,
ડેસૈયો ઘણો દૂર માડી રે મને.
માડી રે મારા વીરાને તેડવા મેલો રે મા,
ડેસૈયો ઘણો દૂર; માડી રે મને.
ડીકરી રે, તારો વીરો ભાભીને આધીન રે મા,
ભાભીને આધીન રે મા,
ડેસૈયો ઘણો દૂર; માડી રે મને.
ડીકરી રે, તારા કેસરડા એંધાણ રે મા?
કેસરડા એંધાણ રે મા?
કેણી પેરે તેડવા મૂકું રે મા?
ડેસૈયો ઘણો દૂર; માડી રે મને.
માડી રે મા, તારી તે દીઝેલ ચૂંદડી રે મા,
તારી તે દીધેલ ચૂંદડી રે મા!
એસડા એંધાણ રે મા,
ઈ રે એંધાણે ઓળખાજો રે મા!
માડી રે મને.
maDi re, mane paise algi kidhi re ma;
rupiye algi kidhi re ma!
Desaiyo ghano door,
maDi re, mara bapne teDwa melo re ma;
bapne teDwa melo re ma!
Dikri re, tari bapni moti awastha re ma,
bapne moti awastha re ma!
Desaiyo ghano door; maDi re mane
maDi re, mane paise algi kidhi re ma,
rupiye aagal kidhi re ma;
maDi re, mara kakane teDwa melo re ma!
Desaiyo ghano door; maDi re mane
Dikri, taro kako kakine adhin re ma,
kakine adhin re ma;
Desaiyo ghano door; maDi re mane
maDi re, mane paise algi kidhi re ma,
rupiye algi kidhi re ma;
maDi re, mara mamane teDwa melo re ma,
Daisaiyo ghano door; maDi re mane
Dikri re, taro mamo mamine adhin re ma,
mamine adhin re ma,
Desaiyo ghano door; maDi re ma,
Desaiyo ghano door maDi re mane
maDi re mara wirane teDwa melo re ma,
Desaiyo ghano door; maDi re mane
Dikri re, taro wiro bhabhine adhin re ma,
bhabhine adhin re ma,
Desaiyo ghano door; maDi re mane
Dikri re, tara kesarDa endhan re ma?
kesarDa endhan re ma?
keni pere teDwa mukun re ma?
Desaiyo ghano door; maDi re mane
maDi re ma, tari te dijhel chundDi re ma,
tari te didhel chundDi re ma!
esDa endhan re ma,
i re endhane olkhajo re ma!
maDi re mane
maDi re, mane paise algi kidhi re ma;
rupiye algi kidhi re ma!
Desaiyo ghano door,
maDi re, mara bapne teDwa melo re ma;
bapne teDwa melo re ma!
Dikri re, tari bapni moti awastha re ma,
bapne moti awastha re ma!
Desaiyo ghano door; maDi re mane
maDi re, mane paise algi kidhi re ma,
rupiye aagal kidhi re ma;
maDi re, mara kakane teDwa melo re ma!
Desaiyo ghano door; maDi re mane
Dikri, taro kako kakine adhin re ma,
kakine adhin re ma;
Desaiyo ghano door; maDi re mane
maDi re, mane paise algi kidhi re ma,
rupiye algi kidhi re ma;
maDi re, mara mamane teDwa melo re ma,
Daisaiyo ghano door; maDi re mane
Dikri re, taro mamo mamine adhin re ma,
mamine adhin re ma,
Desaiyo ghano door; maDi re ma,
Desaiyo ghano door maDi re mane
maDi re mara wirane teDwa melo re ma,
Desaiyo ghano door; maDi re mane
Dikri re, taro wiro bhabhine adhin re ma,
bhabhine adhin re ma,
Desaiyo ghano door; maDi re mane
Dikri re, tara kesarDa endhan re ma?
kesarDa endhan re ma?
keni pere teDwa mukun re ma?
Desaiyo ghano door; maDi re mane
maDi re ma, tari te dijhel chundDi re ma,
tari te didhel chundDi re ma!
esDa endhan re ma,
i re endhane olkhajo re ma!
maDi re mane



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 84)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (આ ગીત શ્રી અને શ્રીમતી લક્ષ્મીનારાયણ લાલજીભાઈ જોશી પાસેથી મળેલ.)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968