Dhoranman jelo hanD - Lokgeeto | RekhtaGujarati

ઢોરાંમાં જેલો હાંડ

Dhoranman jelo hanD

ઢોરાંમાં જેલો હાંડ

ઢોરાંમાં જેલો હાંડ ઢોરાંમાં જલો

ઢોરાંમાં જેલો તારે બોર ભાળી આઈવો

સાલો રે વેવાંણ આપણ બોરાં ખાવા જાજ્યે

ઉં સડે ઉપર ને તું રીજે એઠળ

બળ્યાં તારાં બોરાં મને કાંટો ભાગી ગીયો

આવ રે વેવાઈ મરે કાંટો કાડી આલો

બળ્યો તારો કાંટો મને માયા તારી લાગી

માયા તારી લાગી ને સાલ જાતાં રીજ્યે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959