Dhongi chhora chalam tamakhun - Lokgeeto | RekhtaGujarati

ઢોંગી છોરા ચલમ તમાખું

Dhongi chhora chalam tamakhun

ઢોંગી છોરા ચલમ તમાખું

ઢોંગી છોરા ચલમ તમાખું, હુક્કો હરકી કાયા;

ભરી ડબ્બીમેં હાથ ઘાલ્યો, તો ગંગાજીમેં નાહાયા.

હુક્કો ઔર ભરાં લા રે, તમાખું ફેર ભરાં લા’ રે:

માળવેરી જાઈ નીપજી રે, થાને અજમેરે પરણાઈ રે.

લુહાર પરથી ગાઈ રે, તમાખું ઔર ભરાં લા;

આધી રાત પહરકો તડકો, અમલ પીવા જાગો,

કાલી તમાખું ભરિયો હોક્કો, ચલમ કરે મનવારો;

ઘર ઘરમેં ફરે હોકલો, તમાખું ઔર ભરાં લા’ રે.

અરે રોટી કડી, ફાકરો કરીઓ આગે,

મારે અમલ કાલજે નહિ લાગે, તમાખું ઔર ભરા લાં રે,

ઘરકો ફાટો ફેટો, ઔર ઘરકા મનખરો ફાટો ગાબો,

મારે કંઈ લાગે ખોટો, લેસણ અમલ તમાખું રો.

રસપ્રદ તથ્યો

આ ગીત કલોલના ઠાકરશીભાઈ ચૌહાણે ગાઈ સંભળાવ્યું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966