dewnan didhelan - Lokgeeto | RekhtaGujarati

દેવનાં દીધેલાં

dewnan didhelan

દેવનાં દીધેલાં

તમે મારાં દેવના દીધેલ છો,

તમે મારાં માગી લીધેલ છો,

આવ્યા ત્યારે અમર થઈને રો'!

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ;

મા’દેવજી પરસન થીઆ ત્યારે આવ્યાં તમે અણમૂલ!

તમે મારું નગદ’ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,

આવ્યાં ત્યારે અમર થઈને રો'! તમે૦ ૧

મા’દેવ જાઉં ઉતાળવીને જઈ ચડાવું હાર,

પારવતી પરસન થીઆ ત્યારે આવ્યા હૈયાના હાર- તમે૦ ર

હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ,

હડમાન પરસન થીઆ ત્યારે ઘોડીઆં બાંધ્યાં ઘેર- તમે૦ ૩

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ