rang lagyo - Lokgeeto | RekhtaGujarati

રંગ લાગ્યો

rang lagyo

રંગ લાગ્યો

લીલાં લીલાં મેંદીના પાન, રાતો રંગ લાગ્યો!

મારા સસરા દિલ્લીના દીવાન; મેંદી રંગ લાગ્યો!

મારા સાસુડી સમદર લે’ર, મેંદી રંગ લાગ્યો!

લીલાં લીલાં મેંદીનાં પાન, રાતો રંગ લાગ્યો!

મારા જેઠ અસાડી મેઘ, મેંદી રંગ લાગ્યો!

મારી જેઠાણી ઝબકે વીજ, મેંદી રંગ લાગ્યો!

લીલાં લીલાં મેંદીનાં પાન, રાતો રંગ લાગ્યો!

મારા દેર છે નાનેરૂં બાળ, મેંદી રંગ લાગ્યો!

મારી દેરાણી મારલી જોડ, મેંદી રંગ લાગ્યો!

લીલાં લીલાં મેંદીનાં પાન, રાતો રંગ લાગ્યો!

મારી નણદી વાડીની વેલ, મેંદી રંગ લાગ્યો!

મારો નણદોઈ વાડીનો વાંદર, મેંદી રંગ લાગ્યો!

લીલાં લીલાં મેંદીના પાન, રાતો રંગ લાગ્યો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968