dedane dase angaliye weDh - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દેદાને દસે આંગળિયે વેઢ

dedane dase angaliye weDh

દેદાને દસે આંગળિયે વેઢ

દેદાને દસે આંગળિયે વેઢ રે,

દેદો માર્યો લાઠીના ચોકમાં!

દેદાને માથે મેવાડી મોળિયાં રે,

દેદાને ગળે એકાવળ હાર રે,

દેદો માર્યો લાઠીના ચોકમાં!

દેદાને બાંયે બાજુબંધ બેરખા રે,

દેદાને દસે આંગળિયે વેઢ રે,

દેદો માર્યો લાઠીના ચોકમાં!

દેદાને પગે રાઠોડી મોજડી રે,

દેદાને મોજડીએ મેલ્યાં ફૂલ રે,

દેદો માર્યો લાઠીના ચોકમાં!

દેદે પહેર્યાં ખંભાતી ધોતિયા રે,

દેદાને ખભે ખંતીલો ખેસ રે,

દેદો માર્યો લાઠીના ચોકમાં!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ