de’ra mari anguthino chor - Lokgeeto | RekhtaGujarati

દે’ર મારી અંગૂઠીનો ચોર

de’ra mari anguthino chor

દે’ર મારી અંગૂઠીનો ચોર

દે’ર મારી અંગુઠડીનો ચોર, દે’ર, મારી અંગુઠડી ખોવાણી રે!

કહો તો ભાભીજી, ચૂડલી ઘડાવી દઉં, સોનેથી મઢાવી દઉં:

ના ભઈ ના રે દે’રીડા!

હા ભઈ હા રે ભાભલડી!

દે’ર મારી અંગુઠડીનો ચોર, દે’ર, મારી અંગુઠડી ખોવાણી રે.

કહો તો ભાભીજી, ઝાંઝરાં ઘડાવી દઉં, ઘૂઘરિયો મઢાવી દઉં:

ના ભઈ ના રે દે’રીડા!

હા ભઈ હા રે ભાભલડી!

દે’ર મારી અંગુઠડીનો ચોર, દે’ર મારી અંગુઠડી ખોવાણી રે.

કહો તો ભાભીજી, વીંટી ઘડાવી દઉં, મીનેથી મઢાવી દઉં:

ના ભઈ ના રે દે’રીડા!

હા ભઈ હા રે ભાભલડી!

દે’ર મારી અંગુઠડીનો ચોર, દે’ર, મારી અંગુઠડી ખોવાણી રે!

કહો તો ભાભીજી, અંગૂઠી ઘડાવી દઉં, હીરેથી જડાવી દઉં:

હા ભઈ હા રે દે’રીડા!

ના ભઈ ના રે ભાભલડી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
  • પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966