દારૂએ દવ લાગ્યો
darue daw lagyo
છેતરીને દારૂ પાયો વાઘરીઓ,
છેતરીને દારૂ પાયો રે લોલ!
થોડો પીધો, ને ઘણો ચડ્યો વાઘરીઓ,
થોડો પીધો, ને ઘણો ચડ્યો રે લોલ!
દારૂએ દવ લાગ્યો વાઘરીઓ,
દારૂએ દવ લાગ્યો રે લોલ!
ઘર દારૂડામાં ડૂલ્યું વાઘરીઓ,
ઘર દારૂડામાં ડૂલ્યું રે લોલ!
ખેતર દારૂડામાં ડૂલ્યું વાઘરીઓ,
ખેતર દારૂડામાં ડૂલ્યું રે લોલ!
વાડીમાં ચીભડાં વાવ્યાં વાઘરીઓ,
વાડીમાં ચીભડાં વાવ્યાં રે લોલ!
માણેકચોક વેચવા ચાલ્યા વાઘરીઓ,
માણેકચોક વેચવા ચાલ્યા રે લોલ!
વેચી હાટીને ઘેર આવ્યા વાઘરીઓ,
વેચી હાટીને ઘેર આવ્યા રે લોલ!
સાંજના પીઠામાં પેઠા વાઘરીઓ,
સાંજના પીઠામાં પેઠા રે લોલ!
chhetrine daru payo waghrio,
chhetrine daru payo re lol!
thoDo pidho, ne ghano chaDyo waghrio,
thoDo pidho, ne ghano chaDyo re lol!
darue daw lagyo waghrio,
darue daw lagyo re lol!
ghar daruDaman Dulyun waghrio,
ghar daruDaman Dulyun re lol!
khetar daruDaman Dulyun waghrio,
khetar daruDaman Dulyun re lol!
waDiman chibhDan wawyan waghrio,
waDiman chibhDan wawyan re lol!
manekchok wechwa chalya waghrio,
manekchok wechwa chalya re lol!
wechi hatine gher aawya waghrio,
wechi hatine gher aawya re lol!
sanjna pithaman petha waghrio,
sanjna pithaman petha re lol!
chhetrine daru payo waghrio,
chhetrine daru payo re lol!
thoDo pidho, ne ghano chaDyo waghrio,
thoDo pidho, ne ghano chaDyo re lol!
darue daw lagyo waghrio,
darue daw lagyo re lol!
ghar daruDaman Dulyun waghrio,
ghar daruDaman Dulyun re lol!
khetar daruDaman Dulyun waghrio,
khetar daruDaman Dulyun re lol!
waDiman chibhDan wawyan waghrio,
waDiman chibhDan wawyan re lol!
manekchok wechwa chalya waghrio,
manekchok wechwa chalya re lol!
wechi hatine gher aawya waghrio,
wechi hatine gher aawya re lol!
sanjna pithaman petha waghrio,
sanjna pithaman petha re lol!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 207)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968