darji oDono - Lokgeeto | RekhtaGujarati

દરજી ઓડોણો

darji oDono

દરજી ઓડોણો

ઓડો વાળો રે છૈયો, દરજી ઓડોણો.

સૂતાં સપનાં આ’યાં, દરજી ઓડોણો.

સુતારી તેડાવ્યા, દરજી ઓડોણો.

માંડવી ઘડાવી, દરજી ઓડોણો.

માંડવડી જડાવી, દરજી ઓડોણો.

સૂતાં સપનાં આયાં, દરજી ઓડોણો.

રંગાટી તેડાવ્યા, દરજી ઓડોણો.

માંડવડી રંગાવી, દરજી ઓડોણો.

ઓડો વાળો રે છૈયો, દરજી ઓડોણો.

કુંભારી તેડાવ્યા, દરજી ઓડોણો.

કોડાયાં કોડાવ્યાં, દરજી ઓડોણો.

સૂતાં સપનાં આયાં; દરજી ઓડોણો.

પિંજારી તેડાવ્યા, દરજી ઓડોણો.

દીવટો વણાવી, દરજી ઓડોણો.

ઓડો વાળો રે છૈયો, દરજી ઓડોણો.

ઘાંચીડા તેડાવ્યા, દરજી ઓડોણો.

કોડિયે તેલ પૂરાવ્યાં, દરજી ઓડોણો.

સૂતાં સપનાં આ’યાં, દરજી ઓડોણો.

બહેનોને તેડાવ્યાં, દરજી ઓડોણો.

રૂડી માંડવડી ગવરાવી, દરજી ઓડોણો.

રૂડી વહુવારુ તેડાવ્યાં, દરજી ઓડોણો.

એણે માંડવડી ઘૂમાવી, દરજી ઓડોણો.

ઓડો વળો રે છૈયે, દરજી ઓડોણો.

સઉ ઘરડાંને તેડાવ્યાં, દરજી ઓડોણો.

સૌએ માંડવડી વળાવી, દરજી ઓડોણો.

ઓડો વાળો રે છૈયો, દરજી ઓડોણો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 211)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968