danlila - Lokgeeto | RekhtaGujarati

દાણલીલા

danlila

દાણલીલા

મૈયારી મહી વેચવા ચાલી,

મટૂકીમાં ગોરસ ઘાલી;

સામા મળ્યા કુંજવિહારી,

ઊભી રે’ વ્રજની નારી!

આંજ્યા વિના આંખડી કાળી,

બાજુબંધી બેરખાવાળી;

આવીને ઊભા અળગા,

રાધાજીને પાલવે વળગ્યા.

પગની ભરાવી આંટી,

લોબરડી છાશે છાંટી.

‘મને મારગમાં મળિયો,

નાનો પણ શોંગમાં સળિયો.’

મારે મહી વેચવા જાવા,

કા’નાને લૂંટી ખાવાં.’

તેના મારે દોકડા કરવા,

કા’નુડા! કંસને ભરવા.

તારી બિવરાવી નહિ બીઉં,

તને હું ઘોળીને પીઉં.’

રસપ્રદ તથ્યો

હાલરડામાં પ્રત્યેક કડીને છેડે ‘ઓળોળોળો હાલ્ય...હાલાં’ બોલવાનું હોય છે. (છાપતી વખતે એ રાખ્યું નથી.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959