ડાંડ
DanD
લાંબી છે કડછી, ને ટુંકો છે ડાંડ,
રમેશભાઈના ઘરમાં રંભાવહુ સાંઢ,
ગોરધન એનો કેમ વરે રે?
કળોઈને તો કાપડું નો આલે,
સાળીને તો સાડલા પે’રાવે,
ગોરધન એનો કેમ વરે રે?
લાંબી છે કડછી, ને ટુંકો છે ડાંડ,
મોહનભાઈના ઘરમાં મોતીવહુ સાંઢ,
ગોરધન એનો કેમ વરે રે?
વીરને તો વાંસો દેખાડે,
સાળીને તો સામો બેસાડે,
ગોરધન એનો કેમ વરે રે?
લાંબી છે કડછી, ને ટુંકો છે ડાંડ,
જેરામભાઈના ઘરમાં જયાવહુ સાંઢ,
ગોરધન એનો કેમ વરે રે?
બાપને તો ન બેઠો બોલાવે,
સસરાને જઈ પાહોલે લાગે;
ગોરધન એનો કેમ વરે રે?
lambi chhe kaDchhi, ne tunko chhe DanD,
rameshbhaina gharman rambhawahu sanDh,
gordhan eno kem ware re?
kaloine to kapaDun no aale,
saline to saDla pe’rawe,
gordhan eno kem ware re?
lambi chhe kaDchhi, ne tunko chhe DanD,
mohanbhaina gharman motiwahu sanDh,
gordhan eno kem ware re?
wirne to wanso dekhaDe,
saline to samo besaDe,
gordhan eno kem ware re?
lambi chhe kaDchhi, ne tunko chhe DanD,
jerambhaina gharman jayawahu sanDh,
gordhan eno kem ware re?
bapne to na betho bolawe,
sasrane jai pahole lage;
gordhan eno kem ware re?
lambi chhe kaDchhi, ne tunko chhe DanD,
rameshbhaina gharman rambhawahu sanDh,
gordhan eno kem ware re?
kaloine to kapaDun no aale,
saline to saDla pe’rawe,
gordhan eno kem ware re?
lambi chhe kaDchhi, ne tunko chhe DanD,
mohanbhaina gharman motiwahu sanDh,
gordhan eno kem ware re?
wirne to wanso dekhaDe,
saline to samo besaDe,
gordhan eno kem ware re?
lambi chhe kaDchhi, ne tunko chhe DanD,
jerambhaina gharman jayawahu sanDh,
gordhan eno kem ware re?
bapne to na betho bolawe,
sasrane jai pahole lage;
gordhan eno kem ware re?
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968
