દાળ ધોઉ કે ચોખલા ધોઉ
dal dhou ke chokhla dhou
દાળ ધોઉ કે ચોખલા ધોઉ, સાય મોરી! સાય મોરી!
બારણે તપેલી વીસરી, સાય મોરી! સાય મોરી!
એટલે રે આવ્યો મોહન ચોર લઈ તપેલી નાઠો રે.
લાવો નાડી બાંધો તાણી બડે બડે બડાટો હો,
સાયમોરી! સાયમોરી!
એટલે રે આવ્યા કમળાબેન ભોળા સાયમોરી સાયમોરી
મારા હાથના લો, મારા પગના લો, પણ એ નફ્ફટને છોડો હો
સાયમોરી! સાયમોરી!
dal dhou ke chokhla dhou, say mori! say mori!
barne tapeli wisri, say mori! say mori!
etle re aawyo mohan chor lai tapeli natho re
lawo naDi bandho tani baDe baDe baDato ho,
saymori! saymori!
etle re aawya kamlaben bhola saymori saymori
mara hathna lo, mara pagna lo, pan e naphphatne chhoDo ho

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 84)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963