anan - Lokgeeto | RekhtaGujarati

આણાં

anan

આણાં

સાત સાત સૈયરૂં સોગઠડે કંઈ રમતી જો,

એક રે સૈયરનાં આણલાં આવિયાં રે લોલ;

ખમો મારી સૈયરૂં, દાદાને પૂછી આવું જો,

આજુને આણે રે નહીં જાઉં સાસરે રે લોલ;

ઘેલાંની ધીડી, ઘેલડિયાં શું બોલો જો,

પરદેશી આણાં રે, પાછાં નહિ વળે રે લોલ.

સાત સાત સૈયરૂં સોગઠડે કંઈ રમતી જો,

એક રે સૈયરનાં આણલાં આવિયાં રે લોલ;

ખમો રી સૈયરૂં, કાકાને પૂછી આવું જો,

આજુને આણે રે નહીં જાઉં સાસરે રે લોલ;

ઘેલાં ભતરીજી, ઘેલડિયાં શું બોલો જો,

પરદેશી આણાં રે, પાછાં નહીં વળે રે લોલ.

સાત સાત સૈયરૂં સોગઠડે કંઈ રમતી જો,

એક રે સૈયરનાં આણલાં આવિયાં રે લોલ;

ખમો મોરી સૈયરૂં, વીરાને પૂછી આવું જો,

આજુને આણે રે નહીં જાઉં સાસરે રે લોલ;

ઘેલાં રે બેની, ઘેલડિયાં શું બોલો જો,

પરદેશી આણાં રે, પાછાં નહીં વળે રે લોલ,

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968