pelun pelun mangaliyun wartay re - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પેલું પેલું મંગળિયું વરતાય રે

pelun pelun mangaliyun wartay re

પેલું પેલું મંગળિયું વરતાય રે

પેલું પેલું મંગળિયુ વરતાય રે,

પેલે મંગળ, શા શાના દાન દેવાય રે?

પેલે મંગળ ગવતરીના દાન દેવાય રે.

બીજું બીજું મંગળિયું વરતાય રે,

બીજે મંગળ, શા શાના દાન દેવાય રે?

બીજે મંગળ સોનાના દાન દેવાય રે.

અગણું અગણું મંગળિયુ. વરતાય રે,

અગણે મંગળ વસ્ત્રના દાન દેવાય રે.

ચોથું ચોથું મંગળિયું વરતાય રે,

ચેાથે મંગળ, શા શાના દાન દેવાય રે?

ચેાથે મંગળ કન્યાના દાન દેવાય રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ