pali chananna ringnan lidhan - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પાલી ચણાંના રીંગણાં લીધાં

pali chananna ringnan lidhan

પાલી ચણાંના રીંગણાં લીધાં

પાલી ચણાંના મેં રીંગણાં રે લીધા,

વઘારતાં ચખારતાં નાની નણદે દીઠા.

નાની નણદે જઈને મારી સાસુને સંભળાવ્યું,

વહુની સાસુરે વહુની સાસુ રે

તારી વહુ છે હડાક માથે નથી ભડાક

બોટ્યું રીંગણાનું શાક.

ઘરમાં હાલી રે લડાઈ, ઘરમાં હાલી રે વઢવેડ્ય.

(કંઠસ્થ: રેખાબહેન પરમાર,ભાવનગર)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 124)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ