marethi kem marashe? - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારેથી કેમ મરાશે?

marethi kem marashe?

મારેથી કેમ મરાશે?

મરવા ટાણે રે, મારેથી કેમ મરાશે?

કેમ મરાશે? શી ગત્ય થાશે?

વખત કેમ વેઠાશે મારેથી કેમ મરાશે?

જોર કરીને જાળાં, ચડશે, ડચકાં કેમ ખવાશે?

મારેથી કેમ મરાશે?

ભર્યાભાદર્યાં રે ઘર કોના થાશે?

આવતલ શોક્ય દુઃખણાં લેશે,

એના ઘર કે'વાશે, મારેથી કેમ મરાશે?

બે બાળકડાં રે મુજને બહુ લાડકડાં,

મરવા ટાણે વેગળા રે'શે, મારા કેમ કે’વાશે?

મરવા ટાણે રે મારેથી કેમ મરાશે?

(કંઠસ્થ : વખતબહેન સાલકી, ગામ મહાદેવપરા)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ