ટેવ મેં જાણી
tew mein jani
રસીલી અલબેલી રે, છકેલી છે જ તું નારી;
ઊભા છો ક્યારના દાણી, તમારી ટેવ મેં જાણી.
નથી તમારી મોરલી ગુંજી, નથી તમારી ગોરસી ઘૂમી;
ઊભા છો ક્યારના દાણી, તમારી ટેવ મેં જાણી.
આંખડી છે અણિયારી, ઓઢણ છે કામળી કાળી;
ઉભા છો ક્યારના દાણી, તમારી ટેવ મેં જાણી.
કામળિયું છોડી દે તારી, ચુંદડિયાં ઓઢી લે મારી;
ઉભા છો ક્યારના દાણી, તમારી ટેવ મેં જાણી.
માનિનિ વૃજની નારી, કહે છે કૃષ્ણમોરારી;
ઉભા છો ક્યારના દાણી, તમારી ટેવ મેં જાણી.
rasili albeli re, chhakeli chhe ja tun nari;
ubha chho kyarna dani, tamari tew mein jani
nathi tamari morli gunji, nathi tamari gorasi ghumi;

ankhDi chhe aniyari, oDhan chhe kamali kali;

kamaliyun chhoDi de tari, chundaDiyan oDhi le mari;

manini wrijni nari, kahe chhe krishnmorari;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968