chhotalal chhokro - Lokgeeto | RekhtaGujarati

છોટાલાલ છોકરો

chhotalal chhokro

છોટાલાલ છોકરો

બાગવાળાનો બંગલો એના લીલા-પીળા રંગ,

છોટાલાલ છોકરા તારું અમર રહેશે નામ.

રેલમાં કાગળ લખજે તારી મજૂરી ખોટી થાય છોટાલાલ.

કડી ને કલ્લાં લેતો આવજે છોટાલાલ.

ભારે જોઈને મૂલવો તારા બાપનું રહેશે નામ,.

ઓહાના આંહડી લાવજે છોટાલાલ.

ભારે જોઈને મૂલવો તારા બાપનું રહેશે નામ.

સાંકળાંની જોડ વહેલા લાવજો છોટાલાલ.

ભારે જોઈને મૂલવો તારા બાપનું રહેશે નામ.

બંગડીની જોડીઓ વહેલા લાવજો છોટાલાલ.

ભારે જોઈને મૂલવો તારા બાપનું રહેશે નામ.

ચૂંદડી ને કાપડું વહેલાં લાવજો છોટાલાલ.

ભારે જોઈને મૂલવો તારા બાપનું રહેશે નામ.

છોટાલાલ છોકરા તારું અમર રહેશે નામ.

રસપ્રદ તથ્યો

ખોખરા મહેમદાવાદના ઠાકોરવાસની ઠાકરડા સમુદાયની બહેનોએ આ ગીત ગાઈ સંભળાવ્યું હતું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959