suki nelonun pani, beta jhanDo pani - Lokgeeto | RekhtaGujarati

સુકી નેળોનું પાણી, બેટા ઝંડો પાણી

suki nelonun pani, beta jhanDo pani

સુકી નેળોનું પાણી, બેટા ઝંડો પાણી

સુકી નેળોનું પાણી, બેટા ઝંડો પાણી,

એકે નેહરૂ માંડેલું, બેટા ઝંડો પાણી;

સસલાના સાતે ભાગ પાડ્યા, ઝંડો પાણી,

એક ભાગ વરસનીયાને ખોળ્યો, બેટા ઝંડો પાણી.

ભંગો મોઢું મેયડી જૂએ બેટા ઝંડો પાણી,

એક ભાગ શાંતિને ખોળ્યો, બેટા ઝંડો પાણી.

પીંડો તે રાધલીને ખોલ્યો, બેટા ઝંડો પાણી,

રતનીયાને તે માથી આલી, બેટા ઝંડો પાણી.

શંકરીયો મોઢું મેયડી જુએ, બેટા ઝંડો પાણી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 209)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966