gheDe gheDe ghoDila khelawto jay - Lokgeeto | RekhtaGujarati

ઘેડે ઘેડે ઘોડીલા ખેલાવતો જાય

gheDe gheDe ghoDila khelawto jay

ઘેડે ઘેડે ઘોડીલા ખેલાવતો જાય

ઘેડે ઘેડે ઘોડીલા ખેલાવતો જાય,

આંબાઝીરીનું પાણી પીવાડતો જાય;

જોવાન ભાળીને ચૂડલા પેરાવતો જાય,

ડાહી ભાળીને બલીયાં પેરાવતો જાય.

પ્રમાણે :—

જોવાનને કડુલા, ડાહીને સાંકળાં;

જોવાનને સાંકળી, ડાહીને હાંસડી;

જોવાનને મોરલી, ડાહીને કબજો.

એમ બીજાં ઘરેણાં જોડીને ગીત વધારી શકાય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966