chhel darwaje Dholchi wage re - Lokgeeto | RekhtaGujarati

છેલ દરવાજે ઢોલચી વાગે રે

chhel darwaje Dholchi wage re

છેલ દરવાજે ઢોલચી વાગે રે

છેલ દરવાજે ઢોલચી વાગે રે,

છેલ દરવાજે ઢોલચી;

હાર્યે વાગે ગજરા રો ઢોલ રે;

નાચણિયું નાચતું નથી;

ચંદરમા ઉગતો નથી;

પે’રી ઓઢીને સાવરીયે હેંડી;

પે’રી ઓઢીને સાવરીયે હેંડી;

માથે કાળી અંધારી રાત રે;

નાચણિયું નાચતું નથી,

ચંદરમા ઉગતો નથી.

નાનો દેવરીયો લાડકો મારો,

તો લાખેણા કરતો લાડ;

દેરાણીને રીહલડી ચડતી નથી;

નાચણિયું નાચતું નથી;

ચંદરમા ઉગતો નથી;

પરણેતરની પે’લ રાતડિયે મને,

કાળા વેંછૂડે માર્યો ડંખ;

પીયુજી મારો જાગતો નથી;

નાચણિયું નાચતું નથી;

ચંદરમા ઉગતો નથી;

સામી મોટલાતુમાં દીવડો સગ બળે,

મારી નણદી જોવે છે વાટલડી;

પરણ્યો મારો જાગતો નથી;

નાચણિયું નાચતું નથી;

ચંદરમા ઉગતો નથી;

સે’લ જાણીને છેડલો ઝાલ્યો;

નેંકળ્યો સગો જેઠ:

મારું મન માનતું નથી;

નાચણિયું નાચતું નથી;

ચંદરમા ઉગતો નથી.

રસપ્રદ તથ્યો

સ્ત્રીની મનોદશાની પીડાનું દર્શન કરાવતું ગીત સૌ પ્રથમ લાડુ ડોસીએ ઉપાડ્યું અને મેં કોડિયાના દીવાના અજવાળે ગીત લખવા માંડ્યું, વઢિયારમાં આ ગીત બજાણિયા કોમમાં ગવાય છે અને નાંડોદામાં પણ ગવાય છે, પણ ઢોલકીની વાત છે એટલે બજાણિયાનું આ ગીત હોવાનો સંભવ છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 254)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966