kani layo re bana - Lokgeeto | RekhtaGujarati

કાંઈ લાયો રે બના

kani layo re bana

કાંઈ લાયો રે બના

કાંઈ લાયો રે બના, કાંઈ લાયો! થારી રંગની પેટીયાં માંહી કાંય લાયો?

ચીપડે લાયો રે બની, ચીપડે લાયો, મેરી રંગરી પેટીયાં માંહી ચીપડે લાયો.

કુણ પેરે રે બના, કુણ પેરે? થારી રંગરી પેટી રે ચીપડે કુણ પેરે?

તોહીં પેરે રે બની, તોહીં પેરે રે, મેરી રંગરી પેટીયા રે ચીપડે તોહીં પેરે.

કાંઈ લાયો રે બના, કાંઈ લાયો રે, થારી રંગરી પેટીયા માંહી કાંઈ લાયો રે?

દાગીને લાયો રે બની, દાગીને લાયો રે, મેરી રંગરી પેટીયાં માંહી દાગીને લાયોરે.

કુણ પેરે રે બના, કુણ પેરે રે, રંગરી પેટિયા રે દાગીને કુણ પેરે?

તોંહી પેરે રે બની, તોંહી પેરે રે, મેરી રંગરી પેટીયા કે દાગીને તોંહી પેરે.

કાંઈ લાયો રે બના, કાંઈ લાયો, તોરે બનડી કે કાજ બના કાંઈ લાયો?

ઠીમાઈ લાયો રે બની, ઠીમાઈ લાયો, રંગરી પેટિયાં માંહી ઠીમાઈ લાયો રે.

કુણ દૂતે રે બના, કુણ દૂતે રે, રંગરી પેટીયારી ઠીમાઈ કુણ દૂતે

તોંહી દૂતે રે બની, તોહી દૂત રે, રંગરી પેટીયારી ઠીમાઈ તોંહી દૂતે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 161)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966