Dungri par Dungri re bana! - Lokgeeto | RekhtaGujarati

ડુંગરી પર ડુંગરી રે બના!

Dungri par Dungri re bana!

ડુંગરી પર ડુંગરી રે બના!

ડુંગરી પર ડુંગરી રે બના! જીસ પર હળદીરો ઝાડ.

હલદી તો થળથળ નીસરી બના! અટકી રે ઘોડારી લગામ.

નવલ બની અટકી રે ઘોડારી લગામ, છોડો છોડો રે લાડી છેડલો રે.

બની લે ચલુ મારુડા દેશ, નવલ બની, લે ચલું મારુડા દેશ.

તેરે બાપાશેં તો ક્યા રે ડરના, રૂપિયા દિયા નવ લાખ,

નવલ બની, રૂપિયા દિયા નવ લાખ!

ડુંગરી પર ડુંગરી રે બના! જીસ પર મ્હેંદીરો ઝાડ.

મ્હેંદી તો થળથળ નીસરી બના! અટકી ઘોડારી લગામ.

નવલ બના અટકી ઘોડારી લગામ, છોડો છોડો રે લાડી છેડલો રે.

બની લે ચલું મારુડા દેશ, નવલ બની, લે ચલુ મારુડા દેશ.

તેરે કાકાશેં તો ક્યા રે ડરના, બની રૂપિયા દિયા દશ લાખ.

નવલ બની, રૂપિયા દિયા દશ લાખ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 159)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966