banDi murlawat ghoDlo Dabo bindraja - Lokgeeto | RekhtaGujarati

બનડી મુરલાવત ઘોડલો ડાબો બીંદરાજા

banDi murlawat ghoDlo Dabo bindraja

બનડી મુરલાવત ઘોડલો ડાબો બીંદરાજા

બનડી મુરલાવત ઘોડલો ડાબો બીંદરાજા,

શેરારી ગળીયામાં કાંઈ કર્યો બીંદરાજા;

મોરા સોનીયારા ચીટીયાસું તોરણ તોડો બીંદરાજા

મોરો રૂપારો હરિયારો હિંડો ઘાલો બીંદરાજા.

સોનારારી અળ્યાં ગળ્યાં મેં કાંઈ કર્યો બીંદરાજા,

મેરી તાગડી મુરલાવત ઘોડલો ડાબો બીંદરાજા.

મોરો રૂપારો હરિયારો હિંડો ઘાલો બીંદરાજા,

કંસારારી અળ્યાં ગળ્યાં મેં કાંઈ કર્યો બીંદરાજા,

મોરો દેઘડો મુરલાવત ઘોડલો ડાબો બીંદરાજા.

દરજીડારી અળ્યાં ગળ્યાં મેં કાંઈ કર્યો બીંદરાજા,

મોરી ઝુગલિયાં નીવાવત ઘોડલો ડાબો બીંદરાજા;

મોરો રૂપારો હરિયારો હિંડો ઘાલો બીંદરાજા.

કંદોયારી અળ્યાં ગળ્યાં મેં કાંઈ કર્યો બીંદરાજા.

લાડુડા મુરલાવત ઘોડલો ડાબો બીંદરાજા;

મોરો રૂપારો હરિયારો હિંડો ઘાલો બીંદરાજા.

છૂકલાવારી અળ્યાં ગળ્યાં મેં કાંઈ કર્યો બીંદરાજા,

મ્હારા પહાણીર્યા મુરલાવત ઘોડલો ડાબો બીંદરાજા;

મોરો રૂપારો હરિયારો હિંડો ઘાલો બીંદરાજા.

મોરા સોનીયારા ચીવટીયાસું તોરણ તોડો બીંદરાજા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 162)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966