unDi mad sheri sankDi - Lokgeeto | RekhtaGujarati

ઊંડી મદ શેરી સાંકડી

unDi mad sheri sankDi

ઊંડી મદ શેરી સાંકડી

ઊંડી મદ શેરી સાંકડી જળ ભરવા દ્યો,

સિંદૂરિયો સેવાળ પાણીડાં ભરવા દ્યો.

સસરો તો મારો રાજવી જળ ભરવા દ્યો,

સિંદૂરિયો સેવાળ પાણીડાં ભરવા દ્યો.

જેઠ મારો ઘોડે ચડ્યો જળ ભરવા દ્યો,

સિંદૂરિયો સેવાળ પાણીડાં ભરવા દ્યો.

દિયેર તો મારો દીવડો જળ ભરવા દ્યો,

દેરાણી નાનું બાળ પાણીડાં ભરવા દ્યો.

નણદોઈ મારો વાંદરો જળ ભરવા દ્યો,

વાડીનાં વનફળ ખાય પાણીડાં ભરવા દ્યો.

પાકાં તે પાકાં ખાઈ ગયો જળ ભરવા દ્યો,

કાચાંનો વાળ્યો કેર પાણીડાં ભરવા દ્યો.

નણંદ તે મારી ચરકલી જળ ભરવા દ્યો,

ઊડી ઊડી પર ઘેર જાય પાણીડાં ભરવા દ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 216)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957