semaDe gai tare - Lokgeeto | RekhtaGujarati

સેમાડે ગઈ તારે

semaDe gai tare

સેમાડે ગઈ તારે

સેમાડે ગઈ તારે હોલો રે બોલ્યો,

ગોળાની મારનારી આવી હો. ફૂદી લો.

ભાગોળે ગઈ તારે કૂતરું ભસ્યું,

બૂહલાની મારનારી આવી હો. ફૂદી લો.

નેવે રે આવી તારે ચકલી બોલી,

માળાની પાડનારી આવી હો. ફૂદી લો.

ઘરમાં ગઈ તારે ઉંદર બોલ્યા,

ઉંદરની ઝાલનારી આવી હો. ફૂદી લો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 219)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957