rash na pahonche maro ghaDuliyo na Dube - Lokgeeto | RekhtaGujarati

રાશ ના પહોંચે મારો ઘડૂલિયો ના ડૂબે

rash na pahonche maro ghaDuliyo na Dube

રાશ ના પહોંચે મારો ઘડૂલિયો ના ડૂબે

રાશ ના પહોંચે મારો ઘડૂલિયો ના ડૂબે,

સાલ્લો સંધાડી મેં તો પાણીડાં કાઢ્યાં,

હરતાં ફરતાં બે સાધુડા આવ્યા,

બેન અમને પાણીડાં પાવ રે કાંન હરિ કેમ રમીએ.

કંઠી બંધાવો તો પાણી પીએ રે કાંન હરિ કેમ રમીએ.

કંઠી બાંધીને મેં તો પાણીડાં પાયાં,

લો ભઈઓ સાધુઓ પીઓ રે કાંન હરિકેમ રમીએ.

બેન હમને બેડલું ઉતારો રે કાંન હરિકેમ રમીએ.

ઘડો હેઠે રે મેલો માણ પડતી રે મેલો,

કંઠી છોડીને ઘરમાં પેસો રે કાંન હરિકેમ રમીએ.

કંઠી ના છોડું ઘરમાં ના પેસું,

વાડામાં જુવારાં બાંધું રે કાંન હરિકેમ રમીએ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 216)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957