pahela prabhuji poDhiya - Lokgeeto | RekhtaGujarati

પહેલા પ્રભુજી પોઢિયા

pahela prabhuji poDhiya

પહેલા પ્રભુજી પોઢિયા

પહેલા પ્રભુજી પોઢિયા ગુણ ગરબી લો,

બીજલે થઈ જાણાજણ રે રાય ગુણ ગરબી લો.

ત્રીજે ત્રિભોવન મોહી રહ્યા ગુણ ગરબી લો,

ચોથલે દહીં કેરા ભાવ રે રાય ગુણ ગરબી લો.

પાંચમે બાંધી પંચ રાખડી ગુણ ગરબી લો,

છઠે છઠિયાં દાન રે રાય ગુણ ગરબી લો.

સાતમે ખોળા ભરાવિયા ગુણ ગરબી લો,

આઠમે ઓસાવી ઝીણી સેવ રે રાય ગુણ ગરબી લો.

નવમે નરસઈ ઢળી ગયા ગુણ ગરબી લો,

દશમે જનમ્યા કા’ન રે રાય ગુણ ગરબી લો.

ફોઈને વધામણી મોકલો ગુણ ગરબી લો,

ફોઈ ધરાવશે નામ રે રાય ગુણ ગરબી લો.

એની માને ગમે માવજી ગુણ ગરબી લો.

એના બાપને ગમે જીનો નાથ રે રાય ગુણ ગરબી લો.

સોના દડૂલો ગૂંથિયો ગુણ ગરબી લો,

રૂપલા જેડી હાથ રે રાય ગુણ ગરબી લો.

ત્યાંથી દડૂલો હલકારીઓ ગુણ ગરબી લો,

જઈ પડ્યો જૂમનાં માંહ્ય રે રાય ગુણ ગરબી લો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 214)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957