ben paDosan patli - Lokgeeto | RekhtaGujarati

બેન પાડોસણ પાતળી

ben paDosan patli

બેન પાડોસણ પાતળી

બેન પાડોસણ પાતળી, કાંઈ દેવતા હોય તો આલ,

અપવાસ કરવો છે.

અધમણ કેરો ભાત રાંધ્યો, પચ્ચીસ સેરની દાળ,

અપવાસ કરવો છે.

બેઠીએ બેઠીએ રોટલા ટીપ્યા, ટીપ્યા ડાલાં ચાર,

અપવાસ કરવો છે.

નાહી ધોઈને જમવા બેઠી, ગોરસ કાઢ્યાં આઠ,

અપવાસ કરવો છે.

એટલું આરોગીને ઢોલિયે પોઢ્યાં, આવ્યા ઘરનો નાથ,

અપવાસ કરવો છે.

હાંલ્લીમેંથી ભઈડકાં લેજો, ગોળીમાંથી છાશ,

અપવાસ કરવો છે.

થોડું ખાઈને ધરાજો, માંહી છે મારો ભાગ,

અપવાસ કરવો છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957