chando ghelo suraj ghelo - Lokgeeto | RekhtaGujarati

ચાંદો ઘેલો સૂરજ ઘેલો

chando ghelo suraj ghelo

ચાંદો ઘેલો સૂરજ ઘેલો

ચાંદો ઘેલો સૂરજ ઘેલો,

વર-ઘેલો ના કહીએ—મારાં બૈજીબા.

નાડી વેચવા મોકલા,

ત્યારે માડી વેચી આવ્યા—મારાં બૈજીબા.

આદુ વેચવા મોકલા,

ત્યારે દાદા વેચી આવ્યા—મારાં બૈજીબા.

આંબા વેચવા મોકલા

ત્યારે મામા વેચી આવ્યા—મારાં બૈજીબા.

હીરા વેચવા મોકલા

ત્યારે વીરા વેચી આવ્યા—મારાં બૈજીબા.

જોતર વેચવા મોકલા,

ત્યારે ગોતર વેચી આવ્યા—મારાં બૈજીબા.

નળીયું વેચવા મોકલા,

ત્યારે ફળીયું વેચી આવ્યા—મારાં બૈજીબા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964