chandarwa te gamne gondre - Lokgeeto | RekhtaGujarati

ચંદરવા તે ગામને ગોંદરે

chandarwa te gamne gondre

ચંદરવા તે ગામને ગોંદરે

ચંદરવા તે ગામને ગોંદરે ઢોલ વાગે ને પરજા ભેગી થાય,

મોજડીદાર મહેતા આવડા દુઃખ નો દઈએ લોકને.

પગી હીરો હાલે મરકે જીવીદારની જોડી ભેગી થાય,

મોજડીદાર મહેતા આવડા દુઃખ નો દઈએ લોકને.

ઘેર ઘેરથી દુધલીયા મંગાવીયા છાશુ વના છોકરા દુઃખી થાય,

મોજડીદાર મહેતા આવડા દુઃખ નો દઈએ લોકને.

હમીર હવાલદાર હાલે હાકથી રાંધણું રાંધી કઈ ગામડુ થાકી જાય,

મોજડીદાર મહેતા આવડા દુઃખ નો દઈએ લોકને.

ઘેર ઘેરથી ઘઉં ઉઘરાવ્યા રોટલા વના છોકરા રોઈ રોઈ જાય રે,

મોજડીદાર મહેતા આવડા દુઃખ નો દઈએ લોકને.

હાંકે હાંકે ગામના લોક સૌ ખેતરના મપારા કાઢવા જાય રે,

મોજડીદાર મહેતા આવડા દુઃખ નો દઈએ લોકને.

રીંગણ ખૂંટ્યાં ને ખૂંટ્યાં તુરીયાં શાક વના સૌ દુઃખ થાય રે,

મોજડીદાર મહેતા આવડા દુઃખ નો દઈએ લોકને.

વાલજીભાઈ મોજડીદાર તને વીનવું વેજુ ને ચંદરવામાં કીધો કાળ રે,

મોજડીદાર મહેતા આવડા દુઃખ નો દઈએ લોકને.

વહીવટદાર જમાદારના જોડલા એક હુમકે ચાલે આખું ગામ રે,

મોજડીદાર મહેતા આવડા દુઃખ નો દઈએ લોકને.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964