ચાંદામામા
chandamama
ચાંદામામા, ચાંદામામા, સાસરે ન જઈએ;
સાસરે જઈયે તો મારી સાસુડી સંતાપે;
ચાંદામામા, ચાંદામામા, સાસરે ન જઈએ,
નખ જેટલી નણદલ મારે માથે છાણાં થાપે;
ડોળ વગરનો દિયર મને ટુંકારે બોલાવે. ચાંદામામા.
ચામડાનો જેઠ મને ઘૂંઘટ ખેલાવે;
ઘેલુડો સસરો મને ટુંકારે બોલાવે. ચાંદામામા.
બાળુડો નાથ મને ભાળી દાંત કાંઢે;
કાળજાની વાત એક ચાંદામામા જાણે. ચાંદામામા.
ગાંડા જેવી સાસુ મને ક-મનથી બોલાવે;
કાળિયું કટમ મને ધોકણે ધબોળે. ચાંદામામા.
ગાંડા માબાપે અમને સાસરે વળાવ્યાં;
હરતાં ને ફરતાં અમે રાસરસ લેતાં. ચાંદામામા.
ચાંદામામા, ચાંદામામા, સાસરે ચ્યમ જઈએ?
સાસરે જઈયે તો અમને સાસુડી સંતાપે. ચાંદામામા.
chandamama, chandamama, sasre na jaiye;
sasre jaiye to mari sasuDi santape;
chandamama, chandamama, sasre na jaiye,
nakh jetli nandal mare mathe chhanan thape;
Dol wagarno diyar mane tunkare bolawe chandamama
chamDano jeth mane ghunghat khelawe;
gheluDo sasro mane tunkare bolawe chandamama
baluDo nath mane bhali dant kanDhe;
kaljani wat ek chandamama jane chandamama
ganDa jewi sasu mane ka manthi bolawe;
kaliyun katam mane dhokne dhabole chandamama
ganDa mabape amne sasre walawyan;
hartan ne phartan ame rasras letan chandamama
chandamama, chandamama, sasre chyam jaiye?
sasre jaiye to amne sasuDi santape chandamama

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 258)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જેઠાલાલ ત્રિવેદી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966