chandaliyo - Lokgeeto | RekhtaGujarati

ચાંદલિયો

chandaliyo

ચાંદલિયો

પેલો ચાંદલિયો રે મા, મુંને રંબાને, આલો,

નખતર ચુંટીને, રે મારા હાથમાં આલો; પેલો.

રૂવે ને રાતડલો રે થાય, ચાંદા સામું જુએ!

માતા રે જસોદાજી, હરિનાં આંસુડાં લુએ; પેલો.

આકાશે ચાંદલિયો વસે, કેમ આલું; રે કાન?

છોકરડાં તો સૌને છે, પણ તુંને નઈં સાન; પેલો.

ચણા ને ચારોળી રે તારે ગજવે ઘાલું,

નખતર ચુંટીને, તારા હાથમાં આલું પેલો.

સોના થાળીમાં પાણી ઘાલીને, ચાંદલિયો દાખ્યો,

એમ જસોદાએ હરિને રોતો રે રાખ્યો; પેલો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968