chaar panch warasnan sita thayan - Lokgeeto | RekhtaGujarati

ચાર પાંચ વરસનાં સીતા થયાં

chaar panch warasnan sita thayan

ચાર પાંચ વરસનાં સીતા થયાં

ચાર પાંચ વરસનાં સીતા થયાં,

લઈ પાટીને ભણવા ગયાં.

ભણી ગણી નવચંદાં થયાં,

રામના ઘરનાં માગણ થયાં.

રામ ખોદાવે વાવ ને કૂવા,

સીતા વાવે ડમરા જૂવા.

જેમ જેમ સીતા પાણી પાય,

તેમ તેમ ડમરો લેહેરે જાય.

સોનાની શિંગડી રૂપલા ખરી,

કારમો મૃગ જાય ડમરા ચકી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 215)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957