bulo bamna - Lokgeeto | RekhtaGujarati

બુલો બામણા

bulo bamna

બુલો બામણા

લીલી તે લીલી લીમડી રે,

કોમ લીલીયનો અસવાર; બુલો બામણા રે.

લીલી તે હોંશીલો ભાઈ ચડશે રે,

હોંશીલી વેવાણનો ભરથાર; બુલો બામણા રે.

વેવાણ કાગળ મોકલો રે,

વેવાઈ, વરગે વેલો આવ; બુલો બામણા રે.

તારી તે શેરી જીકણી રે,

વેવાણ તો ઘર આવે કોણ? બુલો બામણા રે.

શેરીએ તે છો ઢળાવશું રે,

વેવાઈ, વરગે વેલો આવ; બુલો બામણા રે.

તારા તે કૂતરા ભુંકણા રે,

લંઢી, તો ઘર આવે કોણ? બુલો બામણા રે.

કૂતરાંને મલીદા ખવરાવશું રે,

વેવાઈ, વરગે વેલો આવ; બોલો બામણા રે.

તારાં તે છોકરાં જાગણાં રે,

વેવાણ, તો ઘર આવે કોણ? બુલો બામણા રે.

છોકરાંને નાનાણે મેલશું રે,

વેવાઈ, વરગે વેલો આવ; બુલો બામણા રે.

તારી તે સાસુ જાગણી રે,

વેવાણ, તો ઘર આવે કોણ? બુલો બામણા રે.

ડોસીને દુવારકા મેલશું રે,

વેવાઈ, વરગે વેલો આવ; બુલો બામણા રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી, આ ગીત તારાબેન જોશી પાસેથી મળ્યું છે.))
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968