બોરળી વનમેં જઈ’તી
borli wanmen jai’ti
બોરળી વનમેં જઈ’તી, રધીયરીયે, બોરળી કાંટો વાગ્યો રે લોલ.
બર્યાં તારાં બોરાં ખાવાં, રધીયરિયે બોરળી કાંટો વાગ્યો રે લોલ.
ચાલો પેલી ટેકરે, કાળો મારો કાંટો, બોરળી કાંટો વાગ્યો રે લોલ.
ફાળ તારો પટકો, બાંધ મારો પાટો, બોરળી કાંટો વાગ્યો રે લોલ.
ફાળ તારો રૂમાલ, બાંધ મારો પાટો, બોરળી કાંટો વાગ્યો રે લોલ.
તાણી બાંધો પાટો, પગામ નીકળે રેલો, બોરળી કાંટો વાગ્યો રે લોલ.
borli wanmen jai’ti, radhiyriye, borli kanto wagyo re lol
baryan taran boran khawan, radhiyariye borli kanto wagyo re lol
chalo peli tekre, kalo maro kanto, borli kanto wagyo re lol
phaal taro patko, bandh maro pato, borli kanto wagyo re lol
phaal taro rumal, bandh maro pato, borli kanto wagyo re lol
tani bandho pato, pagam nikle relo, borli kanto wagyo re lol

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 199)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ડાહ્યાભાઈ પીપળગવાળા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966