bilkhano subo - Lokgeeto | RekhtaGujarati

બીલખાનો સુબો

bilkhano subo

બીલખાનો સુબો

બીલખા શે’રથી રે સુબા આવીઆ,

આવી ઊતર્યા જેતાણાને ચોક રે:

બીલેશરના સુબા, ચડતી કળી રે નાજલ જામની.

બબ્બે બંદુકે જહાને મારિયો,

ચિતડાની પુરી થઈ છે હામ રેઃ

બીલેશરના સુબા, ચડતી કળા રે નાજલ જામની.

દલ્લી સુધી રે ડંકા વાગિયા,

દુનિયામાં ફૂટી ગઈ છે ફોર્યું રે:

બીલેશરના સુબા, ચડતી કલા રે નાજલ જામની.

રાણિયું રૂવે રે રંગ મો’લમાં રે,

દાસિયું રૂવે કાંઈ રાજદરબાર રેઃ

બીલેશરના સુબા, ચડતી કળા રે નાજલ જામની.

બબ્બે બંદુકું જહો બાંધતો,

ત્રીજીની કાંઈ રહી ગઈ છે હામ રેઃ

બીલેશરના સુબા, ચડતી કળા રે નાજલ જામની.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968