bhureso wandero, holi pase betho re - Lokgeeto | RekhtaGujarati

ભૂરેસો વાંદેરો, હોળી પાસે બેઠો રે

bhureso wandero, holi pase betho re

ભૂરેસો વાંદેરો, હોળી પાસે બેઠો રે

ભૂરેસો વાંદેરો, હોળી પાસે બેઠો રે, (2)

વીંછીયાભાઈને વાંદર ઝાલી ગેયલો રે,

નેમો પાડી જેયલો રે, ભૂરેસો...

પ્રથમ હોળીનાં લાકડાંને બરાબર સીંચવાનાં હોય અને એમાં તો એક બે નવયુવકો કામે લાગે છે. પછી હોળીને પૂજવાનું નજીકમાં સ્થાન હોય ત્યાં હોળીનો પૂજારો બેઠો હોય તો તેને બોલાવી લેવાય છે. હોળીનો સમય વહી જશે, માટે પૂજારા તું અહીંથી ક્રિયા પતાવીને હવે હોળીને પેટાવવા આવ!

ગામના પટેલ, હોળી વેચાય, હોળી વેચાય,

રતના હોળીમાં પડ, હોળી વહી ચાલી.

હોળી આજે ને કાલ, હોળી વહી ચાલી,

કેસરીયા હોળીમાં પડ, હોળી વહી ચાલી.

પૂંજારા, હોળીને કાઢ, હોળી વહી ચાલી.

પૂંજારા, હોળી પેટાવ, હોળી વહી ચાલી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 211)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966