bhilDoji ramin re - Lokgeeto | RekhtaGujarati

ભીલડોજી રમીં રે

bhilDoji ramin re

ભીલડોજી રમીં રે

સૂટી સૂટી સાળ્યાંનો ભીલડોજી રમીં રે ભીલડો સુવોણનો

રાજાની રાંણી મેલેં બીઠી જુએ રે ભીલડો સુવોણનો

રમવાની ખાંતે ભીલડા આપડે મેંલેં આવો રે ભીલડો સુવોણનો

તારેં મેંલેં આવું તો તારો રાજા ડંડે રે ભીલડો સુવોણનો

મારો રાજા ડંડહે તો ઉં ડંડ આલે રે ભીલડો સુવોણનો

રાજાના હુવાના ઢોલીડા ઢળાવો રે ભીલડો સુવોણનો

પાસેલે તે બાયણેં રાજાજી પધાર્યા રે ભીલડો સુવોણનો

સૂટી સૂટી સાવ્યોનો ભીલડોજી મારી લીધો રે ભીલડો સુવોણનો

ધીરી રે રે રાંણી તારાં તેલાં દીવે બાળું રે ભીલડો સુવોણનો

રાજાની રાંણી તે મેંલેં બીઠી રુએ રે ભીલડો સુવોણનો

સૂટી સૂટી સાવ્યોંનો ભીલડોજી મારી લીધો રે ભીલડો સુવોણનો

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 151)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959